અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
“ભારતમાં ઇ-વાહન (EV) માં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પેટ્રોલ ડીઝલના વડતા ભાવ અને પર્યાવરણ અંગેની ચિંતા ના લીધે 2025 માં ઘણી EV કાર લોન્ચ થઈ છે અને સરકાર પર EV કાર ને પ્રોત્સાહન આપે છે. ભારતમાં બેસ્ટ EV કાર 2025 સારી કિંમત સારા પીચર અને સેફ્ટ એ બધું જોઈને અમે 2025 ની પાંચ બેસ્ટ EV કાર પસંદ કરી છે.
ભારતમાં બેસ્ટ EV કાર 2025—ટાટા નૅક્સન EV Max, MG ZS EV, હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક, ટાટા ટીગર EV અને BYD Atto 3— ને અમે તમને વિગતવાર સમજાવીશું.
2025માં સારી EV કાર કેવી રીતે પસંદ કરવી?
EV કાર પસંદ કરતાં પહેલા નીચેના ચાર મુખ્ય પાસાઓ ધ્યાનમાં રાખો, જેથી તમને તમારી જરૂરિયાત અને બજેટ મુજબ સાચું મોડલ મળી શકે
1 માઇલેજ અને રેન્જ
એક વખત ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલશે તે ખૂબ મહત્વનું માપદંડ છે
AC, હીટર, હાઇટ સ્પીડ—all તે બેટરી ડ્રેઇન કરે છે.
ટિપ: ઓછામાં ઓછું 300–350 કિમી ની ARAI-સર્ટિફાઇડ રેન્જ ધરાવતી કાર પસંદ કરો, જેથી રોજ દરરોજના ઉપયોગમાં ચાર્જિંગની કાળજી ઓછે થાય।.
2 કિંમત અને કિંમત-વેલ્યુ
એક્સ-શોરૂમ ભાવ: સરકારની છૂટછાટ પહેલા તમે કાર નો મૂળ ભાવ જાણો.
ટોટલ ઓન-રોડ ખર્ચ: ઈન્સ્યુરન્સ, RTO ચાર્જ, એમ બહારના ખર્ચો પણ જુઓ.
ફિચર્સ સામે કિંમત: ફીચર્સ પ્રમાણે કિંમત આપે છે તે જુઓ, રેંજ, પાવર વિન્ડોઝ, સોલાર રૂફ, ADAS મોડલ – જે ફીચર્સ CAR આપે છે, તેની સામે તેની શું કિંમત છે તે પણ જુઓ.
3 ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
પબ્લિક ચાર્જ સ્ટેશન્સ: નજીકના વિસ્તારમાં નજીક ના એરિયાએ CCS2 ડ્યુઅલ-પોર્ટ QC વિકલ્પ છે કે નહીં તે જોઈ લો
ફાસ્ટ ચાર્જિંગ: 50kW+ DC Fast Chargers નજીક હોય તો 30–40 મિનિટમાં 80% ચાર્જ કરી શકાય.
ઘરે ચાર્જર: 7kW–11kW વોલ–બોક્સ ઇન્સ્ટોલેશન માટે જાળવણી અને ડીટેલ્સ સરકારની website પરથી મેળવો.
4 સરકારની છૂટછાટો
સરકાર વિવિધ સબસિડી પણ આપે છે અને ટેક્સ મા રાહત અને રજિસ્ટ્રેશનમાં છૂટ આપે છે. હાલમાં સરકાર EV કાર ખરીદવા માટે બધાને પ્રોત્સાહિત કરે છે અને પ્રોત્સાહન આપે છે. કાર ખરીદતા પહેલા સરકાર ની નીતિઓ અને લાભ જાણીને પગલું ભરવું જોઈએ એ વધુ લાભદાયક રહેશે.
ભારતમાં બેસ્ટ 5 EV કાર 2025 (Top 5 EV Cars)
1) ટાટા નૅક્સન EV Max (Tata nexon EV Max)
મુખ્ય ફીચર્સ: 40.5 kWh બેટરી, 7-ઇંચ ટચસ્ક્રીન, ક્રુઝ કંટ્રોલ, વાયરસ પ્યુરિફાયર, હાર્ડ બોડી
રેન્જ: ~465 કિમી (ફુલ ચાર્જ પર)
કિંમત: રૂ. 17 લાખથી શરૂ
ફાયદા:
- ભારતીય રોડ માટે યોગ્ય ડિઝાઇનહાઈ
- રેન્જ અને ફાસ્ટ ચાર્જિંગ
- 5 સ્ટાર સેફ્ટી રેટિંગ
ગેરફાયદા:
- ફિટ અને ફિનિશ પ્રીમિયમ નથી
- બેક સીટ થોડી ઊંડી લાગે છે
2) MG ZS EV
મુખ્ય ફીચર્સ: 50.3 kWh બેટરી, ADAS ટેકનોલોજી, પેનોરામિક સનરૂફ, 10.1 ઇંચ સ્ક્રીન
રેન્જ: ~461 કિમી
કિંમત: રૂ. 18.98 લાખથી શરૂ
ફાયદા :
- લક્ઝરી ફીલ અને સ્ટાઇલિશ લુક
- એડવાન્સ ડ્રાઈવિંગ ફીચર્સ
- Spacious cabin
ગેરફાયદા:
- સર્વિસ નેટવર્ક થોડું મર્યાદિત
3) હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક (Hyundai Kona Electric)
મુખ્ય ફીચર્સ: 39.2 kWh બેટરી, ડ્રાઈવિંગ મોડ્સ, હીટેડ અને વેન્ટિલેટેડ સીટ્સ
રેન્જ: ~452 કિમી
કિંમત: રૂ. 23.84 લાખથી શરૂ
ફાયદા:
- શાંત અને સ્મૂથ
- ડ્રાઈવટોપ ક્લાસ બિલ્ડ ક્વોલિટી
- બ્રાંડ વેલ્યુ સારી
ગેરફાયદા:
- થોડી જૂની ડિઝાઇન લાગશે
ટાટા ટીગર EV (tata tigor ev)
મુખ્ય ફીચર્સ: 26 kWh બેટરી, રિજર્વ પાવર મોડ, 7 ઇંચ સ્ક્રીન
રેન્જ: ~315 કિમી
કિંમત: રૂ. 12.49 લાખથી શરૂ
ફાયદા:
- બજેટ ફ્રેન્ડલી EV
- સારી સેફ્ટી (4-સ્ટાર NCAP)
- કોમ્પેક્ટ માટે સરળ ડ્રાઈવિંગ
ગેરફાયદા:
- રેન્જ થોડી ઓછી
- ફિચર્સ મર્યાદિત
BYD Atto 3
મુખ્ય ફીચર્સ: az60.48 kWh બેટરી, રોટેટિંગ ટચસ્ક્રીન, ADAS, પાવરફુલ મોટર
રેન્જ: ~521 કિમી
કિંમત: રૂ. 33.99 લાખ આસપાસ
ફાયદા:
- ખૂબજ પ્રીમિયમ લૂક અને ફીચર્સ
- સૌથી વધુ રેન્જ
- આંતરરાષ્ટ્રીય સ્તરનો ક્વોલિટી અનુભવ
ગેરફાયદા:
- સર્વિસ સેન્ટર્સ મર્યાદિત
સરકારી પ્રોત્સાહનો અને રિબેટ (Government Subsidies & Rebates)
ભારત સરકાર અને વિવિધ રાજ્યો ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિતઆપવા માટે સહાય આપે છે – જેમાં ખરીદીના ખર્ચ પર છૂટ, રજીસ્ટ્રેશન ટેક્સ માફી, અને સબસિડીનો સમાવેશ થાય છે.
1. FAME-II યોજના (Faster Adoption and Manufacturing of Hybrid and Electric Vehicles)
ભારત સરકાર દ્વારા 2019માં શરૂઆત કરી હતી.
10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, 5 લાખ થ્રી-વ્હીલર અને 55,000 ફોર-વ્હીલર EV લક્ષ હતું.
લાભ:
- રૂ. 10,000 પ્રતિ કિલોવોટ અવર (kWh) સુધીની સબસિડી
- મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનું પ્રોત્સાહન ફોર વ્હીલર માટે EV કારની એક્શન રેન્જ ≥ 80 કિમી હોવી જરૂરી
Tata Nexon EV, Tigor EV, Tiago EV, MG ZS EV વગેરે કાર મા લાભ મળે છે.
2. રાજ્ય સ્તરની સબસિડી (State-wise Subsidies)
રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે અલગથી સબસિડી અને ટેક્સ પર છૂટ આપે છે. મુખ્ય રાજ્યોના ઉદાહરણ:
ગુજરાત
- રૂ. 10,000 પ્રતિ કિલોવોટ અવર (kWh)
- મહત્તમ સબસિડી: રૂ. 1.5 લાખ
- રજીસ્ટ્રેશન અને રોડ ટેક્સ સંપૂર્ણ માફ
- EV ખરીદી માટે સૌથી વધારે સબસિડી આપતું રાજ્ય
મહારાષ્ટ્ર
- રૂ. 5,000 પ્રતિ kWh સુધી સબસિડી
- મહત્તમ: રૂ. 1.5 લાખ (અગાઉ વધુ હતી, હાલમાં અપડેટ પ્રમાણે ઓછી થઈ છે)
- રજીસ્ટ્રેશન અને રોડ ટેક્સમાંથી છૂટ
- ખાસ ઇનસેન્ટિવ મેળવવા માટે સમયમર્યાદિત સ્કીમો
કેરળ
- રૂ. 10,000 સુધીની સબસિડી ઉપલબ્ધ (પરિમિત મોડલ્સ માટે)
- EV માટે સ્પેશિયલ રજિસ્ટ્રેશન ઝોન
- બેટરી રિસાયક્લિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર કામ ચાલી રહ્યું છે
ચાર્જિંગ વિકલ્પો (Charging Options)
પબ્લિક ચાર્જિંગ નેટવર્ક
શહેરો અને હાઇવે પર ઉપલબ્ધ ચાર્જિંગ સ્ટેશન, જ્યાં તમે રસ્તામાં કાર ચાર્જ કરી શકો છો. ઝડપથી ચાર્જ થાય છે.
હોમ ચાર્જર ઇન્સ્ટોલેશન
ઘરે ચાર્જર લગાવી શકાય છે. રાત્રે ચાર્જ કરો અને સવારે તૈયાર. સરળ અને સારો વિકલ્પ છે.
ફાસ્ટ vs સ્લો ચાર્જ (Fast vs Slow Charging)
ફાસ્ટ ચાર્જ: 1-2 કલાકમાં વધારે ચાર્જ, હાઇવે અથવા પબ્લિક ચાર્જિંગ માટે યોગ્ય છે.
સ્લો ચાર્જ: 6-8 કલાક લાગે છે, ઘરના ઉપયોગ માટે ઉત્તમ.
FAQ
1. કઈ EV કારમાં સૌથી વધુ રેન્જ મળે છે?
જવાબ: હાલમાં BYD Atto 3 અને Hyundai Kona EV જેવી કારોમાં ~450 કિમી સુધીની રેન્જ મળે છે.
2. વડોદરામાં EV ચાર્જિંગ સ્ટેશન કેટલાં ઉપલબ્ધ છે?
જવાબ: વડોદરામાં Tata Power, Statiq, અને Jio-bp જેવા નેટવર્કના અનેક પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે. શહેરમાં લગભગ 30+ ચાર્જિંગ પોઈન્ટ છે.
3. બાળકો માટે EV કાર સુરક્ષિત છે?
જવાબ: હા, EV કારમાં તમામ આધુનિક સુરક્ષા ફીચર્સ હોય છે જેમ કે airbags, child lock, ISOFIX seats વગેરે. તેથી તે બાળકો માટે પણ સુરક્ષિત છે.