અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ (2025): ટાટા મોટર્સે 2020માં તેની પ્રથમ પ્રીમિયમ હેચબેક કાર ટાટા અલ્ટ્રોઝ લોન્ચ કરી હતી. હવે પાંચ વર્ષ પછી 2025માં કંપનીએ આ લોકપ્રિય કારને અનેક નવનવાં ફીચર્સ અને બદલાવ સાથે બજારમાં રીલૉન્ચ કરી છે. આવો જાણીએ શું છે નવા અલ્ટ્રોઝમાં ખાસ અને કેટલી છે તેની કિંમત.
નવી ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ કિંમત અને ફિચર્સ
લગભગ પાંચ વર્ષ પછી ટાટા મોટર્સે તેની લોકપ્રિય પ્રીમિયમ હેચબેક કાર ટાટા અલ્ટ્રોઝને આખરે નવા ફેસલિફ્ટ અવતારમાં ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. 2020માં જ્યારે આ કાર પહેલી વાર લૉન્ચ કરવામાં આવી હતી, ત્યારે જ આ કારને સ્ટાઈલ અને સેફ્ટીના કારણે લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે 2025માં કંપનીએ આ કારને નવા અંદાજ અને વધારે આધુનિક ફીચર્સ સાથે ફરી લૉન્ચ કરી છે.
બદલાયો અંદરથી લઈને બહાર સુધીનો દેખાવ
ટાટા અલ્ટ્રોઝના નવા મોડેલમાં એક પછી એક ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ખાલી બાહ્ય ડિઝાઇન નહીં, ઇન્ટીરિયર સુધીમાં પણ બિલકુલ નવી અપડેટ્સ આપવામાં આવી છે.
નવો ગ્રિલ ડિઝાઇન, રિડિઝાઇન્ડ એલઈડી હેડલેમ્પ્સ, નવો એલોય વ્હીલ ડિઝાઇન અને વધારે રિફાઈન્ડ ઇન્ટીરિયર ડેશબોર્ડ આ કારને પહેલાં કરતાં વધુ પ્રીમિયમ બનાવે છે.
આ ફીચર્સ જે આ કારને બનાવે છે ખાસ
- 10.25 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે
- 6 એરબેગ્સ સાથે ઉચ્ચ સ્તરની સેફ્ટી
- વાયરલેસ Android Auto અને Apple CarPlay
- Ambient લાઈટિંગ, પેનોરામિક સનરૂફ (ટોપ મોડલમાં)
- iRA કનેક્ટેડ કાર ટેકનોલોજી
ભારતની બેસ્ટ EV કાર વિશે જાણવા અંહી ક્લીક કરો
શુ છે કિંમત કેટલી ?
નવી ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટની શરૂઆત કિંમત રૂ. 6.89 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. અલગ-અલગ વેરિઅન્ટ મુજબ ભાવ વધુ પણ થઈ શકે છે.
વેરીએન્ટ | પેટ્રોલ | ડીઝલ | સીએનજી |
Smart | 6.89 | – | 7.89 |
Pure | 7.69 | 8.99 | 8.79 |
Creative | 8.69 | – | 9.89 |
Accomplished S | 9.99 | 11.29 | 11.09 |
ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ કલર ઓપ્શન
ટાટા મોટર્સે 2025ની અલ્ટ્રોઝ ફેસલિફ્ટને ખાલી ફીચર્સ અને ડિઝાઇનના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ કલર મા પણ અલગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે નવી અલ્ટ્રોઝ પાંચ અલગ-અલગ મોનોટોન કલર વિકલ્પો સાથે બજારમાં આવી છે, જે દરેક પ્રકારના ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખીને પસંદ કરાયા છે.
- પ્યૂર ગ્રે (Pure Grey) – એક સોબર અને મોડર્ન લૂક માટે
- રોયલ બ્લૂ (Royal Blue) – યુવાનો માટે કલરફુલ અને શાઈનિંગ ઓપ્શન
- ડ્યૂન ગ્લો (Dune Glow) – થોડી યુનિક અને earthy appeal ધરાવતો શેડ
- એમ્બર ગ્લો (Amber Glow) – એક ઘમકદાર અને દમદાર લૂક માટે
- પ્રિસ્ટીન વ્હાઇટ (Pristine White) – ક્લાસિક અને દરેક કાળના ફેવરિટ વ્હાઇટમાં
ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ : સેફ્ટી ફિચર્સ
ટાટા મોટર્સે પોતાની નવી અલ્ટ્રોઝ ફેસલિફ્ટમાં માત્ર લુક કે ફીચર્સ પર જ નહીં, પણ સેફ્ટી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. હવે આ હેચબેક કારમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ મળી રહ્યાં છે – એટલે કે કોઇપણ વેરિઅન્ટ લો, સેફ્ટી બાંધ છોડ નહીં મળે.
- ABS સાથે EBD (એલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યૂશન)
- ESC (એલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ)
- રિયર પાર્કિંગ સેન્સર
- 360 ડિગ્રી કેમેરા – જે મોટાં શહેરોમાં પાર્કિંગ વખતે ઘણો ઉપયોગી સાબિત થાય છે
પછાડ ના મોડલ મા ક્રેશ ટેસ્ટમાં ફાઈવ-સ્ટાર રેટિંગ મળી હતી, અને એવી પૂરી શક્યતા છે કે આ નવી ફેસલિફ્ટ વર્ઝન પણ સેફ્ટીના મામલે નિરાશ નહીં કરે. જોકે તેની ચોક્કસ માન્યતા માટે ક્રેશ ટેસ્ટ રિપોર્ટની રાહ જોવી પડશે.
ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ 2025 : પાવર અને પરફોર્મન્સ
1.2-લિટર નેચરલી એસ્પિરેેટેડ પેટ્રોલ એન્જિન:
આ એન્જિન 88 bhp પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે. નર્મલ સિટી ડ્રાઈવિંગ માટે આ એન્જિન બરોબર છે અને માઇલેજ પણ સારી આપે છે.
1.2-લિટર ટર્બો-પેટ્રોલ (Racer વેરિઅન્ટ):
આ વેરિઅન્ટ ડ્રાઈવિંગ લવર્સ માટે છે. અહીં તમને મળે છે 118 bhp પાવર અને 170 Nm ટોર્ક — જે ચોક્કસ જ એક sporty અનુભવ આપશે.
1.5-લિટર ડીઝલ એન્જિન:
લાંબી ડ્રાઇવિંગ અને સારી માઇલેજ જોઇતી હોય એવા લોકો માટે આ એન્જિન છે બેસ્ટ ચોઈસ. 89 bhp પાવર અને 200 Nm ટોર્ક સાથે આવે છે, જે highway performance માટે જોરદાર છે.
1.2-લિટર CNG (ટ્વિન સિલિન્ડર ટેક સાથે):
જે લોકો ને દરરોજની સફર સસ્તી જોઇતી હોય એવી હોય, તેમના માટે ટાટાએ CNG વિકલ્પ પણ આપ્યો છે. ટ્વિન-સિલિન્ડર ટેકનોલોજીથી વધુ જગ્યા પણ મળે છે અને સરસ માઈલેજ પણ મળે છે.