અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે


SSC ભરતી 2025 : સ્ટાફ સેલેકશન કમિશન (SSC) દ્વારા આ મહિનામાં એટલે કે જૂન મહિનામાં આઠ જેટલી નોકરી માટે અરજી શરૂ થવાની છે, માટે સરકારી નોકરી કરવા માગતા અને એ તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. એટલે કે જે લોકો રાહ જોતા હતા કે SSC ભરતી 2025 ક્યારે આવે? તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી. ચાલો હું તમને બધી વિગતવાર માહિતી અને બધી નોકરીઓની માહિતી આપવું એકદમ વિગતવાર અને સાથે જણાવવું કે અરજી ક્યારે શરૂ થાય છે અને ફોર્મ કેવી રીતે ભરવુ ? તો અમારી સાથે જોડાયા રહો ચાલો જાણીએ.
જૂનમાં કઈ ભરતીઓ કરવામાં આવશે?
તો SSC ની 8 મુખ્ય પરીક્ષાઓની યાદી હું તમને નીચે આપું છું તે જુઓ તેના ફોર્મ પણ 2025 માં ભરાવાના શરૂ થઈ જશે.
નામ | અરજી શરૂ થવાની તારીખ |
પસંદગી પોસ્ટ પરીક્ષા | અરજી શરૂ: 2 જૂન 2025 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D | સૂચના તારીખ: 5 જૂન 2025 |
CGL (સંયુક્ત સ્નાતક સ્તર પરીક્ષા) | અરજી શરૂ: 9 જૂન 2025 |
સંયુક્ત હિન્દી અનુવાદક પરીક્ષા | અરજી શરૂ: 5 જૂન 2025 |
દિલ્હી પોલીસ અને CAPF માં સબ ઇન્સ્પેક્ટર ભરતી | અરજી શરૂ: 16 જૂન 2025 |
CHSL (સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરીક્ષા) | અરજી શરૂ: 23 જૂન 2025 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને હવાલદાર ભરતી | અરજી શરૂ: 26 જૂન 2025 |
જુનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ) | અરજી શરૂ: 30 જૂન 2025 |
પરીક્ષા કેવી રીતે લેવાય છે?
જણાવેલ બધી જ ભરતીઓની પરીક્ષા એ કમ્પ્યુટર (CBT) ટેસ્ટ આધારિત લેવાય છે. જણાવેલ બધી જ પરીક્ષા માટે તેની સૂચના અલગથી જણાવવામાં આવશે, જેમાં ઉંમર મર્યાદા, લાયકાત, અરજી ફી અને પરીક્ષા પેટર્ન જેવી મહત્વપૂર્ણ માહિતી જણાવવામાં આવશે.
ઉમેદવારોએ શું કરવું જોઈએ?
જો તમે લોકો CCS ની તૈયારી કરી રહ્યા છો તો તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in ની મુલાકાત સમય ટુ સમય લો આ વેબસાઈટ પર તમે ધ્યાન રાખો અને સમયસર ફોર્મ ભરો. આ બધી ભરતીઓ 10 પાસ અને 12 પાસ ઉપર છે. તો તમે તમારી તૈયારી મુજબ કરી ચાલુ જ રાખો અને મહેનત કરો જેથી તમને સફળતા મળે.
અન્ય મહત્વની સૂચનાઓ
દરેક ભરતી માટે જુદી લાયકાત છે – ફોર્મ ભરતા પહેલા સૂચના વાંચવી જરૂરી છે.
છેલ્લી તારીખ પહેલા અરજી કરો, કારણ કે અંતિમ દિવસે સર્વર બિઝી થવાની શક્યતા હોય છે.
તમારું ફોર્મ ભર્યા પછી એની કૉપિ PDF રૂપે સેવ કરો.