અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
POCO F7 (2025): POCO F7 ભારતમાં લોન્ચ થયો છે. પાવરફુલ Snapdragon 8s Gen 4 પ્રોસેસર અને 7,550mAh બેટરી સાથે કિંમત, ફીચર્સ અને સ્માર્ટફોનની તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણો. આ ફોન મા કેવા કેવા ફિચર છે શું કિંમત છે જેને ખરીદો કે ના ખરીદો તેની બધી જ વિગતવાર માહિતી હું તમને જણાવું તો ચાલો જાણીએ.
Oppo f7 એની ડિઝાઇન એવી છે કે તેની ડિઝાઇન જોતા જ આપણને તે ગમી જાય. 6.8 ઇંચનું OLED ડિસ્પ્લે ડિસ્પ્લે સાથે અને એકદમ જોરદાર લુક સાથે જોવા મળે છે. POCO F7 2025 Gujarati Riview શોધતા લોકો માટે કહેવા માગું છું તમને બધું અહીં મળી જશે ફોન નો ભાવ, બધા ફીચર્સ, કેમેરા, બેટરી, સ્ટોરેજ બધી જ માહિતી અને સાથે એ પણ જણાવી દઈશું કે ફોન તમારે ખરીદવો જોઈએ કે નહીં તો ચાલો આગળ બન્યા રહો હું તમને જણાવું
Snapdragon 8s Gen 4 ચિપસેટ
POCO F7 મા Snapdragon 8s Gen 4 ચિપસેટ પ્રોસેસર છે જે ખૂબ સારું પ્રોસેસ છે અને જો વાત કરીએ તો આ પ્રોસેસરને તો સ્પીડ અને પરફોર્મન્સ નો રાજા કહેવામાં આવે છે. જો તમે ગેમિંગના શોખીન હોય તમે ગેમ રમતા હોય કે મલ્ટી ટાસ્કિંગ કરવા માટે તમારે ફોન જોઈતો હોય તો આ ફોન બેસ્ટ છે. ટૂંકમાં જો તમને કહું તો આ ફોનનું પરફોર્મન્સ ખૂબ સારું છે અને તેનું પ્રોસેસર પણ જોરદાર છે.
કેમેરાની વાત કરીએ તો…
Poco F7 કેમેરો સારો એવો જ આપેલો છે. 50MP Sony LYT600 મેન કેમેરો આપેલો છે. સાથે 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 16MP ફ્રન્ટ કેમેરો પણ છે, જેથી group selfies પણ સારી આવે છે, ફોટા એટલા મસ્ત આવશે કે સોશિયલ મીડિયામાં તમારું એકાઉન્ટ એ જગમગ થઈ જશે.
ચાલો બેટરી ની વાત કરીએ…
તમારે ચાર્જિંગની તો ચિંતા જ નહીં કરવી પડે કારણ કે POCO F7માં 7,550mAh ની મોટ્ટી બેટરી છે. અને 90 વોલ્ટ ના ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જે ગણતરીના સમયમાં તમારા ફોનને ચાર્જિંગ કરી દેશે. Poco F7 performance testમાં બેટરીની લાઈફ અને પરફોર્મન્સ ખુબજ બેસ્ટ છે.
ઓપરેટિંગ સિસ્ટમ અને યુઝર ઈન્ટરફેસફોન
ફોનમાં MIUI આધારિત Android 14 છે. તેનો ઇન્ટરફેસ ઉપયોગ માટે ખુબ સરળ છે અને જો તમે પહેલા પણ POCO કે Xiaomi ફોન વાપર્યા હસે તમારું આ ફોનમાં સેટ થવું સરળ રહેશે.
સ્ટોરેજ અને ઓપ્શન
POCO F7 બે વિકલ્પોમાં છે – 8GB RAM સાથે 128GB સ્ટોરેજ અને 12GB RAM સાથે 256GB સ્ટોરેજ. બંને ઓપ્શન સારા છે તમે તમારા પ્રમાણે તમે બંનેમાં તે તરફ જઈ શકો છો.
POCO F7 ની કિંમત
આ ફોનની કિંમત ₹29,999 થી શરૂ થાય છે. તેને તમે Flipkart અને POCOની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકો છો. લોન્ચિંગ ઓફર્સમાં તમને બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે.
POCO F7 ક્યારે અને કોને ખરીદવો જોઈએ?
જો તમે કોલેજના વિદ્યાર્થી છો કે પછી વર્કિંગ પ્રોફેસરમાંથી આવજો અથવા તમે ઇન્ફ્લુએન્સર છો તો તમારા માટે આ ફોન ખૂબ સારો રહેશે. કારણ કે આ ફોનના બજેટમાં તમને સારું સ્ટોરેજ સારું કેમેરો મળી રહેશે તે ખૂબ સારું છે. આ ફોન તો ઘણા ફોન ને ટક્કર પણ આપે છે પછી તમારે લેવું ના લેવું તમે વિચારી શકો છો.
શું તમે પણ Poco F7 ખરીદવા નુ વિચારો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો!