ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

PM Vidya Lakshmi Education Loan Yojana : વિદ્યાર્થીઓ માટે સરકાર ની પહેલ જાણો વિગતવાર માહિતી

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

આજના સમયમાં શિક્ષણ બહુ જ જરૂરી છે અને હાલના સમયમાં શિક્ષણમાં ખર્ચ પણ થાય છે. માટે જે લોકો ભણવા માગતા હોય પરંતુ તેઓ ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી તેમના પાસે પૈસાની સગવડ ના હોય અને તે શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે PM Vidya Lakshmi Education Loan Yojana શરૂ કરી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ સરળતાથી લોન મેળવી શકે છે.

ઘણીવાર નાના શહેરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ન કરી શકાય તેવી સમસ્યાઓ ઊભી થાય છે. આવી સમસ્યા માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ઘણા લોકો તેમનું સપનું પૂરું કરી શકશે, માટે આ કેન્દ્ર સરકારની યોજના PM Vidya Lakshmi Education Loan Yojana ખુબ જ સારી છે. આ યોજના મા અરજી કેવી રિતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ, કેટલી લોન મળી શકે તો ચાલો હુ આની માહિતી વિગત વાર જણાવું.

PM Vidya Lakshmi Education Loan Yojana શું છે?

વિદ્યાલક્ષ્મી પોર્ટલ એ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ જેવા કેન્દ્રિય યુઝર-ફ્રેન્ડલી પ્લેટફોર્મ છે, જ્યાંથી વિદ્યાર્થી નાનામોટા વ્યાજદરે લોન માટે વિવિધ બેંકોમાં અરજી કરી શકે છે. આ યોજના HRD મંત્રાલય, નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંકના સહયોગથી ચલાવવામાં આવે છે. આ યોજના થકી વિદ્યાર્થી ઓ ને સરળ વ્યાજે લોન મળે છે.

આ યોજનાના મુખ્ય ફાયદાઓ

  • એક જ પ્લેટફોર્મ પરથી 30થી વધુ બેંકોમાં લોન માટે અરજી કરીશકાય.
  • ઓનલાઈન અને સરળ પ્રક્રિયા
  • ઓછું વ્યાજ દર
  • કોઈ એજન્ટ કે દલાલ વગર સીધો સંપર્ક
  • વિદ્યાર્થીઓ માટે ખાસ ટેવી EMI વિકલ્પ ની સુવિધા

લાયકાત (Eligibility)

PM વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન યોજના ની લાયકાત આ યોજના નો લાભ લેવા માટે અરજી કરનાર ઉમેદવાર

  • ભારત નો નાગરિક હોવો જરુરી છે.
  • અભ્યાસ માન્ય સંસ્થા/કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ
  • ઉંમર ઓછાં મા ઓછી 16 વર્ષ હોવી જોઇએ
  • ડોક્યુમેન્ટ : આધાર કાર્ડ, પ્રવેશ પત્ર, માર્કશીટ, પાન કાર્ડ, બેંક પેઇલિન્સ

લોન કેટલા સુધી મળે છે?

ભારત મા અભ્યાસ માટે ₹4 લાખથી ₹7.5 લાખ સુધી લોન મળે છે અને વિદેશમાં અભ્યાસ માટે ₹15 લાખથી વધુ પણ મળે એની શક્યતા છે. અને વ્યાજદર સામાન્ય રીતે 8% થી શરૂ થાય છે

અરજી કરવા કયા કયા ડોક્યુમેન્ટ

પ્રવેશ પત્ર (Admission Letter)
છેલ્લી વિદ્યાસંસ્થાની માર્કશીટ
ઓળખપત્ર (પાનકાર્ડ કે આધાર કાર્ડ)
કોર્સ ફી સ્ટ્રક્ચર
બૅંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિનાનું)
ગેરંટી (જ્યારે જરૂરી હોય ત્યારે)

અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ https://www.vidyalakshmi.co.in વેબસાઇટ પર જાઓ.
  • નવું રજિસ્ટ્રેશન કરો.
  • તમારા અભ્યાસ અને વ્યાજની વિગતો આપો.
  • પોર્ટલ પર અરજી કરો અને તમારી અરજી ને ટ્રેક કરો.

ખાસ નોંધ

  • આ પોર્ટલ સંપૂર્ણપણે મફત છે
  • કોઈ પણ વ્યક્તિ કે એજન્ટ દ્વારા middleman બનીને તમારા પાસેથી પૈસા માંગે તો તેને ના આપવા તેનો વિરોધ કરો.
  • તમામ અરજીઓ ઓનલાઇન જ કરવામાં આવે છે તેની ખાસ નોધ લેવી.

વિદ્યાર્થીઓ માટે સલાહ

  • લોન લેતા પહેલા તમે બધી શરતો સરખી રીતે વાંચો પછી અરજી કરો.
  • જો તમારે જરૂર હોય ત્યારે જ લોન લો
  • EMI ભરવાની ક્ષમતા વિચારીને યોગ્ય લોન પસંદ કરો
  • સમયસર લોન ભરી દો જેથી ભવિષ્યમાં CIBIL સ્કોર બગડે નહીં

નિષ્કર્ષ

PM વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન યોજના ભારતના લાખો વિદ્યાર્થી માટે આશાનું કિરણ છે. સરકાર દ્વારા ઊભું કરવામાં આવેલું આ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે એક doorway છે જ્યાંથી તેઓ પોતાનું ભવિષ્ય કઈક અલગ બની શકે છે. જો તમે પણ આગળ ભણવા માંગો છો પરંતુ પૈસા ની હોઈ તેમ પૈસા ના લીધે આગળ ભણવા મા પાછા પડો છો, તો આ યોજના તમારું સપનું પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

FAQ

પ્રશ્ન) PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ કઈ ભાષામાં ઉપલબ્ધ છે?

જવાબ: અંગ્રેજી ભાષામાં પણ છે, પરંતુ કેટલીક જગ્યાએ હિન્દી/ભાષાંતર વિકલ્પ મળે છે.

પ્રશ્ન) શું લોન મળ્યા પછી EMI તરત જ શરૂ થાય?

જવાબ: ના, કોર્સ પૂરો થયા પછી 6-12 મહિના પછી EMI શરૂ થાય છે.

પ્રશ્ન) શું ડિપ્લોમા અભ્યાસ માટે પણ લોન મળે?

જવાબ: હા, જો તે માન્ય સંસ્થા દ્વારા હોય તો મળે છે.

પ્રશ્ન) આ PM વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન યોજના યોજના ની અરજી ઓનલાઈન છે કે ઓફલાઇન ?

જવાબ: આ અરજી ની પ્રક્રીયા ઓનલાઇન છે.

Leave a comment