ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

પશુપાલન લોન યોજના 2025: પશુપાલકો માટે સરકારની ખાસ સહાય યોજના વિશે તમામ માહિતી

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

પશુપાલન લોન યોજના 2025 : ભારતમાં પશુપાલન એક મહત્વપૂર્ણ રોઝગારી અને આવકનો સ્ત્રોત છે, ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં. પશુપાલન દ્વારા નાણાકીય સ્વાવલંબન વધે છે અને ધંધામાં નવો વિકલ્પ મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલન માટે વિવિધ લોન યોજનાઓ ચલાવે છે. જે લોકો પશુપાલન કરવા માંગે છે તેમને સરકાર પણ ખૂબ જ સપોર્ટ કરે છે, 2025માં આવી એક મહત્વની યોજના છે – પશુપાલન લોન યોજના 2025.

ચાલો આ યોજના વિશે હું તમને વિગતવાર બધી માહિતી આપુ. તમે અરજી કઈ રીતે કરશો કેટલી સબસીડી મળશે બધું જણાવું.

પશુપાલન લોન યોજના 2025 શું છે?

આ યોજના હેઠળ પશુપાલકોને ગાય, ભેંસ, બકરી, ગૌશાળા વગેરે માટે સરકાર તરફથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ લોન પર વ્યાજદરમાં છૂટછાટ તેમજ સબસિડી પણ ઉપલબ્ધ છે. લોનનો ઉપયોગ પશુખાદ્ય, વસવાટ, દવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરી શકાય છે.

આ યોજનાનો હેતુ

  • પશુપાલન વ્યવસાયમાં વધારો
  • ગ્રામ્ય વિસ્તારોમાં રોઝગારી પેદા કરવી
  • દુધ ઉત્પાદન વધારવો

કેટલી લોન મળી શકે છે?

પશુપાલન પ્રકારલોન ની રકમ (રૂપિયામાં)સબસિડી %
ગાય/ભેંસ માટે₹1,00,000 – ₹3,00,00025% – 33%
બકરી પાલન₹50,000 – ₹1,50,00025%
પોળ ટ્રેનિંગ/ફાર્મિંગ₹2,00,000 સુઘી33%

કોણ અરજી કરી શકે?

ગુજરાત રાજ્યનો રહેવાસી હોય

પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ હોય

વ્યાવસાયિક લોન માટે અર્હતા ધરાવે

18 વર્ષથી વધુ વયનો નાગરિક

સરકાર તરફથી કેટલી સબસિડી મળે

પશુપાલન લોન યોજના 2025 હેઠળ સરકાર તરફથી લાભાર્થીઓને રૂ. 25% થી લઈને 50% સુધીની સીધી નાણાકીય સહાય (સબસિડી) આપવામાં આવે છે. આ સબસિડીનું રકમ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી લોનની કુલ રકમ ઘટી જાય છે અને વ્યાજ ઓછું ભરવું પડે.

વિશેષ રૂપે, મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) તથા સીમાંત ખેડુતોને વધુ પ્રમાણમાં સબસિડીનો લાભ મળે છે. આથી તેમના માટે લોન ભરવાનો ભાર વધુ ઓછો બને છે.

અમુક રાજ્ય સરકારે તો લોનના વ્યાજ પર પણ રાહત આપે છે અને જો કોઇ લાભાર્થી સમયસર તમામ હપ્તાં ચુકવે છે તો તેમને પ્રોત્સાહન તરીકે વધુ સહાય કે ઈનામ રૂપે આર્થિક સહાય પણ મળે છે.

આ ઉપરાંત, પશુપાલન વ્યવસાય સફળતાપૂર્વક ચાલી શકે તે માટે સરકાર દ્વારા તાલીમ શિબિર, માર્ગદર્શન કાર્યક્રમો અને વિવિધ ટેક્નિકલ સહાય સેવાઓ પણ પૂરાપાડવામાં આવે છે, જેથી લાભાર્થીઓ પોતાનું ધંધો નિષ્ઠાપૂર્વક સંભાળી શકે.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • આધારિત પશુપાલન યોજના ફોર્મ
  • ધંધા અંગેનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • આવકનું પ્રમાણપત્ર (આવકનો દાખલો)
  • મોબાઈલ નંબર જે આધાર કાર્ડ થી લીંક હોય

કેવી રીતે અરજી કરવી?

આ યોજનાની અરજી ઓનલાઇન અને ઓનલાઇન બંને રીતે કરી શકાય છે તો હું તમને બે રીતે કઈ રીતે અરજી કરવી એ હું તમને જણાવું.

ઓફલાઈન અરજી

  • નજીકના જીલ્લા પશુપાલન કચેરીમાં જાઓ
  • અરજી ફોર્મ લો અને ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
  • અધિકારી પાસે સબમિટ કરો

ઓનલાઈન અરજી

  • ગુજરાત સરકારની અથવા https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ
  • “ખેતીવાડી અને સહાય યોજના” પર ક્લિક કરો
  • “પશુપાલન” પસંદ કરો
  • બધી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો કરો અને સબમિટ કરો.

વ્યાજ દર અને ચૂકવવાનો સમયગાળો

  • વ્યાજ દર: 6% – 9% (બેંક પ્રમાણે)
  • લોન ચૂકવણી સમયગાળો: 3 થી 5 વર્ષ
  • ગ્રેસ પિરિયડ: 6 મહિના

તમને મળતી સહાય

આ યોજનાથી તમને ઓછા વ્યાજે લોન અને સરકાર દ્વારા સબસીડી મળે છે, તમને માર્ગદર્શન અને ટ્રેનિંગ માટે સહાય મળે છે, પશુઓના આરોગ્ય માટે ખાસ પ્રકારની સહાય અને દવાઓ અને ખાતર માટે રિઇમ્બર્સમેન્ટ તમને આ બધા પ્રકારની સહાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

કઈ બેંકો મારફતે લોન મળશે?

તમારે આ યોજના માટે નેશનલાઇઝ્ડ બેંકના ખાતાની જરૂર પડશે જેમ કે SBI અને BOB જેવી બેંકમાં ખાતો હોવું જોઈએ. અને ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો.

મહત્વપૂર્ણ સૂચના

ફોટા ફોરજી દસ્તાવેજો ના આપો. સમયસર તમારે યોજના નું ફોર્મ ભરી દેવું જો તમે તેનો લાભ લેવા માંગતા હોય તો, તમે જે જગ્યાએ પશુપાલન કરવાના હોય તેનું સાચું સરનામું લખવું અને તમારા ડોક્યુમેન્ટ સાચા આપવા.

ઉપયોગી કોન્ટેક્ટ

સરકારી હેલ્પલાઇન: 1800-233-5500

છેલ્લા શબ્દો

પશુપાલન લોન યોજના 2025 એક ગામડાના લોકો અને ખેડૂતો માટે ખૂબ જ સારી યોજના છે, જે પશુપાલકોને નવો ધંધો શરૂ કરવા કે હાલના ધંધાને મોટો કરવા માટે મદદરૂપ છે. યોગ્ય રીતે માહિતી મેળવીને, દસ્તાવેજો તૈયાર કરીને અને સમયસર અરજી કરીને તમે આ યોજનાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો.

Leave a comment