ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

OPPO F27 Pro+: IP69 રેટિંગ અને 67W ફાસ્ટ ચાર્જિંગ સાથેનો જોરદાર 5G સ્માર્ટફોન

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

OPPO F27 Pro+ : Oppo દ્વારા લોન્ચ કરવામાં આવેલો મોબાઈલ OPPO F27 Pro+ 5G એ ભારતમાં 13 જૂન 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. એ પણ ખુબ જ સારો છે આ ફોન ની ડિઝાઇન, બેટરી, સ્પેસિફિકેશન અને ફિચર્સ એ બધું સારું છે. આ ફોન બે વેરિઅન્ટમાં માર્કેટ મા મળે છે: 8GB RAM + 128GB સ્ટોરેજ (₹27,999) અને 8GB RAM + 256GB સ્ટોરેજ (₹29,999). ફોન Flipkart, Amazon, OPPO સ્ટોર અને મુખ્ય રિટેલ સ્ટોર્સ પર મળી રહે છે. આ ફોનના દરેક ફીચર્સ અને તેની માહિતી હું તમને વિગતવાર આપું તો ચલો જાણીએ.

ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી

આ ફોનની ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી ની વાત કરીએ તો આ.મા Vegan લેધર બેક અને મેટલ ફ્રેમ છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. તે IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે, જે તેને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખે છે. ફોનનું વજન 177 ગ્રામ છે અને તે બે રંગ મા ઉપલબ્ધ છે Dusk Pink અને Midnight Navy રંગોમાં ઉપલબ્ધ છે.

ડિસ્પ્લે (Display)

આ ફોન ની ડિસ્પ્લે ની વાત કરીએ તો OPPO F27 Pro+ 5G માં 6.7-ઇંચનું FHD+ 3D Curved AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 950 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તે HDR10+ સપોર્ટ કરે છે અને Corning Gorilla Glass Victus 2 પ્રોટેક્શન સાથે આવે છે. તો આ ફોનની ડિસ્પ્લે ની મજબૂતાઈ પણ સારી છે.

આ પણ જોવો : OPPO A5x 5G: oppo નો 5G સ્માર્ટફોન શાનદાર ફીચર્સ સાથે લોન્ચ

પ્રોસેસર અને પરફોર્મન્સ

આ ફોનમાં તમે જે વસ્તુઓ જાણવા વધુ આતુર હતા એ આ ફોનમાં MediaTek Dimensity 7050 ચિપસેટ છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. તે રોજ દરરોજના ઉપયોગમાં અને મીડીયમ ગેમીંગમાં આ ફોન બરોબર છે ફોન ColorOS 14 પર આધારિત Android 14 પર ચાલે છે.

રેમ અને સ્ટોરેજ

OPPO F27 Pro+ 5G માં તો આપણે રે મને સ્ટોરેજ ન વાત કરીએ તો આમાં 8GB LPDDR4x રેમ અને 128GB/256GB UFS 3.1 સ્ટોરેજ ના આપણને ઓપ્શન મળે છે. આ ફોનમાં SD કાર્ડ સપોર્ટ નથી એટલે તમે આ ફોનમાં SD કાર્ડ નો ઉપયોગ નહીં કરી શકો, પરંતુ આ ફોનનું સ્ટોરેજ તમારા માટે પૂરતું છે જેમાં સારા માં સારું સ્ટોરેજ મળી જાય છે માટે તમારે SD CARD નો ઉપયોગ કરવાની જરૂર પણ નહીં પડે. અને આ ફોન મા 8GB સુધીનું વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે.

કેમેરા (Camera)

આ ફોનમાં 64MP પ્રાઈમરી અને 2MP પોર્ટ્રેટ લેન્સ સાથેનું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરો છે. તે 4K@30fps સુધીની વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. કેમેરા પોટ્રેટ અને નાઈટ મોડમાં સારું રીઝલ્ટ આપે છે. આ ફોન પ્રમાણે આ ફોન ના કેમેરા પણ ખુબ સારા છે.

બેટરી અને ચાર્જિંગ

આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 67W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે 44 મિનિટમાં 100% ચાર્જ થાય છે. આ ફોન ના બોક્સમાં ચાર્જર આપવામાં આવે છે. જે સારું છે.

ઓપરેટિંગ સિસ્ટમ અને UI

OPPO F27 Pro+ 5G Android 14 પર આધારિત ColorOS 14 પર ચાલે છે. OPPO બે વર્ષના OS અપડેટ અને ત્રણ વર્ષના સિક્યુરિટી અપડેટ્સની ખાતરી આપે છે. UI ક્લીન અને કસ્ટમાઇઝેશન માટે અનુકૂળ છે.

કનેક્ટિવિટી અને નેટવર્ક

આ ફોનમાં 5G NR n1/n3/n5/n8/n28B/n77/n78 બેન્ડ સપોર્ટ છે. તે Wi-Fi 6, Bluetooth 5.3 અને Dual Nano-SIM સપોર્ટ કરે છે. SD કાર્ડ માટે સ્લોટ ઉપલબ્ધ નથી.

અન્ય ફીચર્સ

OPPO F27 Pro+ 5G માં In-display Fingerprint Sensor, Face Unlock, 360° NFC અને IP69 રેટિંગ જેવી ફીચર્સ છે. તે MIL-STD-810H પ્રમાણિત છે, જે તેને વધુ ટકાઉ બનાવે છે. ફોનમાં સ્ટેરિઓ સ્પીકર્સ નથી.

કિંમત અને ઉપલબ્ધતા

OPPO F27 Pro+ 5G ની કિંમત ₹27,999 થી શરૂ થાય છે. તે Flipkart, Amazon, OPPO સ્ટોર અને મુખ્ય રિટેલ સ્ટોર્સ પર મળી રહે છે. લૉન્ચ ઓફરોમાં 10% બેંક ડિસ્કાઉન્ટ અને ₹2,000 એક્સચેન્જ બોનસ મળે છે.

સ્પેક્સ ટેબલ

ફીચર્સવિગત
ડિસ્પ્લે6.7″ FHD+ Curved AMOLED, 120Hz
પ્રોસેસરMediaTek Dimensity 7050
રેમ અને સ્ટોરેજ8GB RAM, 128GB/256GB UFS 3.1
કેમેરા64MP + 2MP રિયર, 8MP ફ્રન્ટ
બેટરી5000mAh, 67W SUPERVOOC ચાર્જિંગ
ઓપરેટિંગ સિસ્ટમAndroid 14, ColorOS 14
કનેક્ટિવિટી5G, Wi-Fi 6, Bluetooth 5.3
અન્ય ફીચર્સIP69 રેટિંગ, MIL-STD-810H પ્રમાણિત

Image Source : www.oppo.com

Leave a comment