ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

હવે ખેડૂતોને તેમના પાક માટે મળશે યોગ્ય અને લાભદાયક ભાવ

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

ખેડૂતોને મળશે હવે તેમના પાકના ઊંચામાં ભાવ : ડાંગર, કપાસ, સોયાબીન અને તુવેર સહિત 14 જેટલા પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. અને હવેથી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર ઓછા વ્યાજ લોન પણ મળશે. આ કેન્દ્ર સરકારનો નિર્ણય છે ખૂબ સારો છે અને આ ચાલો હું તમને એની વિગતવાર સમજાવું.

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 28 મહિના રોજ નિર્ણય લેવામાં આવ્યો અને ડાંગર, કપાસ, સોયાબીન અને તુવેર સહિત 14 ખરીફ પાકોના ભાવમાં વધારો કર્યો છે . ડાંગર ના ભાવમાં 69 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડાંગરની નવી MSP 2,369 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે પહેલા ના ભાવ કરતા 69 રૂપિયા વધારે છે.

કપાસના પાક નો પણ ભાવ વધારો કરવામાં આવે છે. કપાસનો નવો MSP રૂ. 7,710 નક્કી કરવામાં આવ્યો છે. અને આની બીજી જાતનો નવો MSP 8,110 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતના પાકના ખર્ચ કરતા 50% થી વધારે MPS મળે તેનો ધ્યાન રાખવામાં આવે છે.

ખરીફ ઋતુમાં ના મુખ્ય પાકો કયા ?

મકાઈ, જુવાર, સોયાબીન, ડાંગર (ચોખા),અડદ, તુવેર, શણ, બાજરી, લીલા ચણા, મગફળી, શેરડી, કપાસ વગેરે ખરીફ પાક જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેની લણણી કરવામાં આવે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) હાલમાં કુલ 23 ખેડૂતોના મુખ્ય પાકો માટે નક્કી કરવામાં આવે છે.

અનાજના 7 પ્રકાર: ચોખા, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને જવ જેવા મુખ્ય અન્નપદાર્થે.

કઠોળના 5 પ્રકાર: ચણા, તુવેર (અરહર), અડદ, મગ અને મસૂર જેવા પ્રોટીન યુક્ત દાળના પાકો.

તેલીબિયાંના 7 પ્રકાર: રેપસીડ-સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, કુસુમ અને નિગરસીડ જેવા તેલ ઉત્પાદક પાકો.

વાણિજ્યિક પાકો (5): કપાસ, શેરડી, કોપરા અને કાચો શણ જે વેપાર માટે મહત્વ ધરાવે છે.

પહેલા કરતાં કેટલો ભાવ વધારે?

(આ આંકડા રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મા છે)

પાકMSP 2024-25MSP 2025-26MSP મા કેટલો વધારો
તુવેર7,5508,000450
રાગી4,2904,886596
જુવાર (હાઈબ્રિડ)3,3713,699328
જુવાર (માલદંડી)3,4213,749328
બાજરી 2,6252,775150
ડાંગર (સામન્ય)2,3002,36969
ડાંગર (A ગ્રેડ)2,3202,38969
મકાઈ 2,2252,400175
મગ 8,6828,76886
અડદ7,4007,800400
સોયાબીન4,8925,328436
રામતલ8,7179,537820
કપાસ (મિડલ સ્ટેપલ)7,1217,710589
કપાસ (લોન્ગ સ્ટેપલ)7,5218,110589
તલ 9,2679,846579
સૂરજમુખી7,2807,721441
મગફળી6,7837,263480

કેબિનેટના બીજા નિર્ણયો

ખેડૂતો ના કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના લંબાવવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા એક સારો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે. કેન્દ્ર સરકારે 2025-26 માટે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે જરૂરી ફંડ પણ નકકી કર્યો છે. આ યોજના ખેડૂતો ના કિશાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાની છે. આ યોજના ચાલુ રાખી ખૂબ સારું છે.

ખેડૂતો આ યોજના દ્વારા 7% વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે, જેમાં બેંકોને 1.5% વ્યાજ સબસિડી મળે છે. જો ખેડૂતો ટાઈમ ટુ ટાઈમ લોન ભરી દે તો તેમને 3% સુધીનું પ્રોત્સાહન મળે છે.

મલ્ટીટ્રેકિંગના બે નવા પ્રોજેક્ટોને મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેના બે મહત્વના મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી આપી છે, જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં અમલમાં આવશે. આ યોજનાઓ હેઠળ રતલામથી નાગદા વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇન બિછાડવાની યોજના છે. બીજી તરફ, વર્ધાથી બલહારશાહ સુધીની ચોથી લાઇનનો અમલ હાલ માટે અટકાવવામાં આવ્યો છે. બંને યોજનાઓ માટે કુલ અંદાજિત ખર્ચ રૂ. 3,399 કરોડ છે અને તેમનો અમલ 2029-30 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

Leave a comment