ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

Navodaya Vidyalaya Class 6 Admission : નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2026

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2026 : શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ પોતાના બાળકને સરકારી શ્રેષ્ઠ શાળામાં ભણાવવા માંગતા હોય, તેમના માટે આ એક સોનેરી તક છે. હવે પ્રવેશ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વાલીઓ સરળતાથી ઘર બેઠા પોતાના બાળકો માટે ફોર્મ ભરી શકે છે. યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખીને તમને ઓનલાઈન અરજી કરવા તૈયાર થઈ જાઓ.

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6માં દાખલાની અરજી પ્રક્રિયા માત્ર બે મહિના માટે જ ખોલવામાં આવી છે. એટલે કે, વાલીઓ પાસે તેમના બાળકનું ફોર્મ ભરવા માટે થોડો જ સમય છે. જો તમારું બાળક નવોદયમાં ભણવા ઈચ્છે છે તો તમે તાત્કાલિક રીતે ઓનલાઈન અરજી કરી શકો છો. કેવી રીતે અરજી કરવી, કયા કયા દસ્તાવેજો જોઈએ અને સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આ લેખમાં આપવામાં આવી છે – જેથી કોઈ પણ તકલીફ વગર તમે અરજી કરી શકો.

નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન

જેઓ વાલીઓ તેમના બાળકને નવોદય વિદ્યાલયમાં ભણાવા માગતા હોય , તેમના માટે આ એક ખુબ જ ખુશખબરી છે. જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા હવે ધોરણ 6 માટેના શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે વાલીઓ સરળતાથી ઓનલાઇન ફોર્મ ભરીને પોતાના બાળકને ધોરણ 6માં પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કરાવવા માંગતા વાલીઓએ હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે મોબાઈલ કે લૈપટોપ મારફતે સરળતાથી ઘેર બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. અરજીની સંપૂર્ણ પ્રક્રિયા શું રહેશે? અરજી માટે શું લાયકાત જોઈએ? અરજી ફી કેટલી છે? – આવી તમામ માહિતી તમે આ લેખમાં વિગતવાર જાણી શકશો.

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે લાયકાત

  • જે વિદ્યાર્થીઓ 1 મે 2014થી 31 જુલાઈ 2016 વચ્ચે જન્મેલા છે તેઓ અરજી માટે લાયક છે.
  • વિદ્યાર્થીઓની ઉમર પ્રવેશ વર્ષમાં 9 થી 12 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ઉમેદવારએ ધોરણ 3, 4 અને 5 કોઈ માન્યતા પ્રાપ્ત શાળામાંથી પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • અરજીકર્તા વિદ્યાર્થી એજ જિલ્લામાંનો રહેવાસી હોવો જોઈએ જ્યાં નવોદય વિદ્યાલય આવેલી છે.
  • જે વિદ્યાર્થીઓ પહેલાથી નવોદયની પ્રવેશ પરીક્ષા આપી ચૂક્યા છે તેઓ ફરીથી અરજી કરી શકતા નથી.
  • ગ્રામ્ય તેમજ શહેરી બંને વિસ્તારમાંના વિદ્યાર્થીઓ અરજી માટે યોગ્ય છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો

પ્રવેશ માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે:

વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ
જન્મ પ્રમાણપત્ર
ધોરણ 5 ની માર્કશીટ
પાસપોર્ટ સાઇઝ ફોટો
માતા-પિતાના હસ્તાક્ષર (Signature)
રહેઠાણનો પ્રમાણપત્ર (મૂળ નિવાસ)
જાતિનો પ્રમાણપત્ર (જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે)
ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC)
વિકલાંગતા પ્રમાણપત્ર (જોઈતું હોય તો/લાગુ પડે ત્યાં)

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી?

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સને પ્રમાણે કરો:

  1. સૌપ્રથમ નવોદય વિદ્યાલયની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  2. હોમપેજ પર ‘Class 6th Registration 2026’નો લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો
  3. હવે એક નવું પેજ ખુલશે જેમાં ‘Apply Online’નો વિકલ્પ પસંદ કરો.
  4. ફોર્મમાં પૂછાયેલ વ્યક્તિગત તેમજ શૈક્ષણિક માહિતી ભરો.
  5. જરૂરી તમામ દસ્તાવેજોને સ્કેન કરીને ફોર્મ સાથે અપલોડ કરો.
  6. દાખલ કરેલી તમામ વિગતોને સાચી રીતે ચકાસી લો અને પછી ‘Submit’ બટન પર ક્લિક કરો.
  7. ફોર્મને ભવિષ્ય માટે સાચવી રાખવા માટે તેનું ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી રાખો.

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે મહત્વપૂર્ણ તારીખો

અરજી શરુ થવાની તારીખ – ધોરણ 6 માટેના નવોદય પ્રવેશ માટે અરજીની શરૂઆત 1 જૂન 2024થી થઈ ગઈ છે.

અરજીની છેલ્લી તારીખ – વિદ્યાર્થી ધોરણ 6 માટે 29 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

પરીક્ષા તારીખ (રાઉન્ડ 1) – પ્રથમ ચરણની પ્રવેશ પરીક્ષા 13 ડિસેમ્બર 2025ના રોજ લેવામાં આવશે

પરીક્ષા તારીખ (રાઉન્ડ 2) – બીજું ચરણ 11 એપ્રિલ 2026ના રોજ યોજવામાં આવશે.

નવોદય વિદ્યાલય પરીક્ષાનું પેટર્ન

  • પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઈન મોડમાં લેવામાં આવશે.
  • પરીક્ષા માટેનો સમયગાળો 2 કલાકનો રહેશે.
  • પરીક્ષા સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી યોજાશે.
  • કુલ 80 MCQ પ્રકારના (વસ્તુનિષ્ઠ) પ્રશ્નો પૂછવામાં આવશે.
  • પ્રશ્નપત્ર 100 ગુણ નું હશે.
  • પ્રશ્નપત્ર ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધુમાં વધુ 40 મિનિટનું વધારાનું સમય આપવામાં આવશે.

નવોદય વિદ્યાલયની સુવિધાઓ

નવોદય વિદ્યાલયમાં દાખલો મળ્યા પછી વિદ્યાર્થીઓને માત્ર ઉત્તમ શિક્ષણ જ નહીં પરંતુ અનેક ઉપયોગી સુવિધાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આ સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.JNV દ્વારા નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવે છે:

  • સંપૂર્ણપણે વિનામૂલ્યે શિક્ષણ
  • હોસ્ટેલની રહેવાની વ્યવસ્થા
  • રોજિંદું ભોજન (મિડી-ડે મીલ)
  • ફ્રી યુનિફોર્મ અને પુસ્તકો
  • રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પૂરતું માહોલ
  • તાલીમયુક્ત શિક્ષકો અને શિસ્તબદ્ધ શૈક્ષણિક માહોલ

Leave a comment