અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
મધ્યપ્રદેશના ઇન્દોર ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્નીના કથિત સંબંધને કારણે ઝેર પી લીધું.
મધ્યપ્રદેશના એક યુવાને કેમેરા સામે રડતાં રડતાં ઝેર પી ને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. યુવકનો આરોપ છે કે તેની પત્ની જિમ જતી હતી, ત્યાં એક લવ જહાદી યુવકે તેને ફસાવી લીધી. આખી ઘટના અંગે યુવકે પાંચ પાનાની ચિઠ્ઠી લખી છે જેમાં તેણે પોતાની વ્યથા જણાવી છે.
ઘટનાનું વિગતવાર વર્ણન
યુવકનું નામ “વિજય” હોવાનું સંભળાઈ રહ્યું છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે તેની પત્ની નિયમિત રીતે જિમ જતી હતી, જ્યાં એક મુસ્લિમ યુવકે તેને પ્રેમના જાળમાં ફસાવી લીધી.
યુવકે એવી પણ દાવા કર્યો કે પત્નીએ હવે તેને છોડી દીધો છે અને તે વ્યક્તિ સાથે રહે છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવકે પોતાનું દુઃખ કેમેરા સામે વર્ણવ્યું અને ત્યારબાદ ઝેર પી લીધું.
પરિવાર અને સમાજમાં આક્રોશ
યુવકના પરિવારજનો અને કેટલાક હિન્દૂ સંગઠનો આ ઘટનાને “લવ જહાદ” સાથે જોડીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કેટલીક જિમ્સમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, જ્યાં હિન્દૂ યુવતીઓને લક્ષ્ય બનાવવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે આ લવ જહાદી યુવક સામે કાયદેસર કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાય.
વીડિયો વાયરલ અને પોલીસ તપાસ
યુવકે લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, “મે તેને વિશ્વાસથી જિમ મોકલી હતી, પણ એને વિશ્વાસ તોડી નાખ્યો.”
પોલીસે શું કહ્યું?
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પીડિત યુવકના નિવેદન, ચિઠ્ઠી અને વિડિયો બન્નેનો ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવશે. તેમજ કાયદેસર પગલાં લેવામાં આવશે.”
આખરે પ્રશ્ન ઉઠે છે….
શું ખરેખર લવ જહાદ આજે પણ જીવંત છે?
આ ઘટના માત્ર એક પરિવાર માટે નહિ, આખા સમાજ માટે ચિંતાનું કારણ બની છે. સંબંધોમાં વિશ્વાસનો અભાવ અને લવ જહાદ જેવા ઘાતક ઈરાદાઓ સામે જાગૃત રહેવું જરૂરી છે. પોલીસ તપાસ પછી આખી સત્યતા બહાર આવશે, પણ અત્યાર સુધીની ઘટના ખુબજ જ દુઃખદ છે.