અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
Hero Vida V2 : શું તમે ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવાનો વિચારી રહ્યા છો? તો તમારા માટે હીરો તરફથી એક જોરદાર ઇલેક્ટ્રીક સ્કૂટર આવ્યું છે. અત્યારે ઈલેક્ટ્રિક સાધનો નો જમાનો આવી ગયો છે અને Hero Motocorp એ પણ Vida બ્રાન્ડની સાથે EV માર્કેટમાં જોરદાર એન્ટ્રી લીધી છે. Hero Vida V1 પછી, કંપની હવે લઈને આવી છે વધુ અપગ્રેડેડ અને બજેટ-ફ્રેન્ડલી મોડલ – Hero Vida V2.
આ સ્કૂટર ખાસ કરીને શહેરી ના લોકો માટે અને રોજ દરરોજ ના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો તમે રોજદરોજ ઉપયોગ માટે કે ઓફિસ અવરજવર માટે સારું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારતા હોય તો આ તમારા માટે બેસ્ટ છે. ચાલો, હૂ તમને Hero Vida V2 વિષે બધું વિગત વાર અને સરળ ગુજરાતી ભાષામાં માહિતી આપુ.
આ પણ વાંચો : હોન્ડા નુ નવુ ઇલેક્ટ્રીક સ્કૂટર
Hero Vida V2 નું ડિઝાઇન અને બોડી સ્ટ્રક્ચર
Hero Vida V2નું લુક મોર્ડન અને યુવાનો ને ગમે એવુ છે. સ્કૂટરની બોડી ડ્યુઅલ ટોન કલરમાં આવે છે અને તેમાં ફ્રન્ટમાં શાર્પ લુકવાળી એલઈડી હેડલાઇટ, ઈન્ટિગ્રેટેડ ઈન્ડીકેટર્સ અને સ્પોર્ટી સાઈડ પેનલ્સ મળે છે. Vida V2નાં લુકને જોઈને કોઈ પણ યુવાન આ સ્કૂટર તરફ આકર્ષાય જાય, એટલુ સ્ટાઇલિશ છે.
બેટરી અને રેન્જ – એકવાર ચાર્જમાં લાંબી મુસાફરી
Hero Vida V2માં રિમૂવેબલ લિથિયમ આયોન બેટરી અપણ ને મળે છે, જે એક વખત ફુલ ચાર્જ કરવાથી લગભગ 110 થી 120 કિમી સુધીની IDC રેન્જ આપે છે. સામાન્ય શહેરી ઉપયોગ માટે આ રેન્જ ખુબ જ સારી છે. જો તમે દરરોજ 20-30 કિમી ચલાવો છો તો તમારે 3-4 દિવસ સુધી ચાર્જ કરવાની જરૂર પડશે નહી.
- ચાર્જિંગ સમય (Normal): 5 થી 6 કલાક
- Fast Charging Support: ઉપલબ્ધ
પાવરફુલ મોટર અને સ્પીડ
Vida V2માં Heroએ 3.9 કિલોવોટ પીક પાવર ધરાવતી મોટર લગાવી છે, જે સ્કૂટરને માત્ર 3.2 સેકન્ડમાં 0થી 40 કિમી પ્રતિ કલાક ની સ્પીડ સુધી લઈ જાય છે. આ સ્પીડ શહેર ના ટ્રાફિક માટે પરફેક્ટ છે. સ્કૂટરમાં તમને Eco, Ride અને Sport જેવા અલગ-અલગ રાઈડિંગ મોડ્સ પણ મળે છે, જેથી તમે તમારી જરૂર મુજબ ડ્રાઈવ કરી શકો.
સ્માર્ટ ફીચર્સથી ભરપૂર
Hero Vida V2 એ ફીચર્સ ખૂબ સારા છે |
7 ઇંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે |
Turn-by-turn Navigation |
Smartphone App connectivity |
Ride Modes – Eco, Ride, Sport |
Anti-theft system |
Geo-fencing |
OTA updates |
બ્રેક
Vida V2માં CBS (Combined Braking System) છે. આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. સાથે regenerative braking પણ છે. આ બ્રેક સારી છે.
Hero Vida V2 ની કિંમત
Hero Vida V2ની કિંમત અંદાજે **₹95,000 થી ₹1,05,000 (એક્સ-શો રૂમ)**ની વચ્ચે છે. અલગ અલગ રાજ્ય સરકારો તરફથી મળતી સબસિડી પછી કિંમત ઓછી પણ થઈ શકે છે. Hero Vida V2 ભારતમાં મોટાભાગના શહેરોમાં Hero Showroom દ્વારા ઉપલબ્ધ છે. આ સ્કુટર ની કિંમત આ સ્કુટર ના ફિચર્સ, ડીઝાઇન અને રેન્જ પ્રમાણે બરાબર છે.
કોને ખરીદવી જોઈએ Hero Vida V2?
જો તમે રેન્જ, પાવર અને ટેકનોલોજી બધુ સારુ ગોતી રહ્યા હોય – તો Hero Vida V2 તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ઓફિસ અવળ જવળ અને મિડલ ક્લાસ માટે આ ખુબજ સારો વિકલ્પ છે.
Vida V2 Vs Ola, Ather, TVS iQube
Hero Vida V2 110-120 3.9 ₹95,000 થી શરૂ
Ola S1 Air 125 4.5 ₹1,10,000+
Ather 450X 105-110 6.4 ₹1,35,000+
TVS iQube 100-110 4.4 ₹1,20,000+
Vida V2 ઓછા પૈસા મા સારી વેલ્યુ આપે છે અને Hero ની સર્વિસ નેટવર્ક પણ સારુ છે. તેની સર્વિસ પણ સારી છે.
શું Vida V2 ખરીદવી જોઈએ?
હા, Hero Vida V2 એ એક વેલ્યુ-ફોર-મની, ફીચરથી ભરપૂર અને વિશ્વસનીય ઇલેક્ટ્રિક સ્કૂટર છે.
નિષ્કર્ષ
સૌથી વિશ્વાસીય બ્રાન્ડ Hero Motocorp હવે ઇલેક્ટ્રિક માર્કેટમાં પણ Hero Vida V2 સાથે મજબૂત એન્ટ્રી સાથે આવી ગયું છે. આ સ્કૂટર દેખાવમાં આકર્ષક છે, ટેકનોલોજીથી ભરપૂર છે અને સૌથી અગત્યનું – લોકપ્રિય ફેમસ બ્રાન્ડ છે જો તમે Hero કંપની ના શોખીન હોય તો તમારામાટે તો ખુબ જ સારું છે. જો તમે તમારું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો Hero Vida V2 તમારા માટે એક ખુબજ સારો વિકલ્પ બની શકે છે.