અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
CMF Phone 1 5G, Nothingની સબ-બ્રાન્ડ CMF છે તેના દ્વારા હાલમા જ એક જોરદાર ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન 7 જુલાઈ 2024ના રોજ ભારતમાં લોન્ચ થયો હતો. તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 128GB સ્ટોરેજ, જેની કિંમત રૂ. 15,999 થી શરૂ થાય છે. આ ફોન ના ફિચર્સ, પરફોર્મન્સ, બેટરી અને ડિસ્પ્લે બધી માહિતી હુ વિગતવાર આપુ ચાલો.
ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી
CMF Phone 1 5G ની ડીઝાઈન ઝકાસ છે. આ ફોન માં પ્લાસ્ટિક બોડી અને ગ્લાસ ફ્રન્ટ છે, જે IP52 રેટિંગ સાથે આવે છે, એટલે કે તે ધૂળ અને પાણીના છાંટા થી સુરક્ષિત રહે છે. ફોનના બેક કવર કસ્ટમાઇઝેબલ છે, અને વેગન લેધર વિકલ્પ મળી રહે છે. ફોનનું વજન 197 ગ્રામ છે, અને વેગન લેધર વેરિઅન્ટનું વજન 202 ગ્રામ છે. આ ફોન ની ડીઝાઇન ખુબજ સારી છે.
ડિસ્પ્લે (Display)
આ ફોન ની ડિસ્પ્લે ની વાત કરીએ તો આ ફોનમાં 6.67 ઇંચનું FHD+ AMOLED LTPS ડિસ્પ્લે છે, જે 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 2000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ડિસ્પ્લે HDR10+ સપોર્ટ કરે છે અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે, જે સ્ક્રોલિંગ અને ગેમિંગ ને વધારે સ્મૂથ બનાવે છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ
આ ફોન મા તમે જેના વિશે અતુતરતા થી જાણવા માંગતા હતા ચાલો એના વિષે જાણવું , CMF Phone 1 5Gમાં MediaTek Dimensity 7300 5G પ્રોસેસર છે, જે 4nm ટેક્નોલોજી પર આધારિત છે. આ પ્રોસેસર રોજ દરરોજ ના ઉપયોગ અને મીડિયમ ગેમિંગ માટે બરોબર છે. આ ફોનમાં 5G સપોર્ટ છે, જે ઝડપી ઇન્ટરનેટ કનેક્શન માટે જરૂરી છે.
રેમ અને સ્ટોરેજ
આ ફોન 6GB અને 8GB LPDDR4X રેમ એમ બે ઓપ્સન મા મળી રહે છે છે, અને 128GB UFS 2.2 સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજને microSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે, જે વધુ ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગી છે.
કેમેરા (Camera)
CMF Phone 1 5Gમાં 50MP પ્રાથમિક કેમેરા છે, જે Sony IMX882 સેન્સર સાથે આવે છે જે ખુબ સારું છે અને 2MP પોર્ટ્રેટ સેન્સર છે. ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. ફોન 4K@30fps અને 1080p@30fps વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
બેટરી અને ચાર્જિંગ
આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. ફોન 20 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ શકે છે. આ ફોન ના બોક્સમાં ચાર્જર સામેલ નથી, તેથી તેને અલગથી ખરીદવું પડશે.
ઓપરેટિંગ સિસ્ટમ અને UI
CMF Phone 1 5G Android 14 પર આધારિત Nothing OS 2.6 સાથે આવે છે. ફોન બે વર્ષના મેજર Android અપડેટ્સ અને ત્રણ વર્ષના સિક્યુરિટી પેચીસ માટે પ્રતિબદ્ધ છે. UI ક્લીન અને loatware-મુક્ત છે, જે તમારાં માંટે સારું રહેશે.
કનેક્ટિવિટી અને નેટવર્ક
આ ફોન 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.3 અને USB Type-C પોર્ટ સાથે આવે છે. તેમાં ડ્યુઅલ SIM સપોર્ટ છે, અને microSD કાર્ડ માટે પણ સ્લોટ મલે છે.
અન્ય ફીચર્સ
CMF Phone 1 5Gમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક, અને IP52 રેટિંગ છે, જે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે. ફોનમાં કસ્ટમાઇઝેબલ બેક કવર અને એક્સેસરી પોઈન્ટ છે, જે યુઝર્સને ફોનને વ્યક્તિગત બનાવવા માટે વિકલ્પ આપે છે.
કિંમત અને ઉપલબ્ધતા
આ ફોન CMF Phone 1 5Gની કિંમત રૂ. 15,999 થી શરૂ થાય છે. આ ફોન Flipkart જેવા ઓનલાઇન અને અન્ય ઑફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. ફોન ત્રણ કલર વિકલ્પોમાં આવે છે: લાઇટ ગ્રીન, બ્લૂ (માત્ર ભારત માટે), અને ઓરેન્જ.
સ્પેક્સ ટેબલ
ફીચર | સ્પેસિફિકેશન |
ડિસ્પ્લે | 6.67″ FHD+ AMOLED, 120Hz, HDR10+, 2000 nits |
પ્રોસેસર | MediaTek Dimensity 7300 (4nm) |
રેમ | 6GB / 8GB LPDDR4X |
સ્ટોરેજ | 128GB UFS 2.2, microSD દ્વારા 2TB સુધી વધારી શકો |
રિયર કેમેરા | 50MP (Sony IMX882) + 2MP પોર્ટ્રેટ |
ફ્રન્ટ કેમેરા | 16MP |
બેટરી | 5000mAh, 33W ફાસ્ટ ચાર્જિંગ |
ઓપરેટિંગ સિસ્ટમ | Android 14, Nothing OS 2.6 |
કનેક્ટિવિટી | 5G, Wi-Fi 6, Bluetooth 5.3, USB Type-C |
સુરક્ષા ફીચર્સ | ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ, ફેસ અનલોક |
ડિઝાઇન કસ્ટમાઇઝેબલ | બેક કવર, IP52 રેટિંગ |
કલર વિકલ્પો | લાઇટ ગ્રીન, બ્લૂ (ભારત માટે), ઓરેન્જ |
કિંમત | 15,999 થી શરૂ |