અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
અગ્નિવીર મા નવો નિયમ : ભારત સરકાર દ્વારા 2025 માં આવનારી અગ્નિવીર ભરતી માં બહુ મોટું બદલાવ કર્યો છે. આ વખતે અગ્નિવીર આર્મીની દોડમાં 30 સેકન્ડ સમય નો વધારો કરવામાં આવ્યો છે. હવે ઉમેદવારોને દોડ પૂરી કરવા માટે 6 મિનીટ 15 સેકન્ડ સમય મળશે જેનાથી ઉમેદવારોની પાસ થવાની સંખ્યામાં ઘણો વધારો થશે. પેલા અગ્નિવીર ભરતીમાં 5 મિનિટ 15 સેકન્ડ આપવામાં આવતી હતી. પરંતુ હવે આ બદલાવ પછી ઉમેદવારોને પાસ થવામાં ઘણી સરળતા થશે.
સરકારે આ બદલાવ એ માટે કર્યો છે કે કે જે યોગ્ય ઉમેદવારો હતા જે થોડી સેકંડો થી રઇ જતા હતા એમને દેશ સેવા કરવાનો મોકો મળે. આ મોટા બદલાવથી હજારો લોકોને ફાયદો થશે. અને બધાને સારો એવો મોકો મળશે. આ ભરતી ના દોડ ના સમાય મા બદલાવ થયો છે એ ઉમેદવાર માટે ખુબજ સારા સમાચાર છે.
અગ્નિવીર મા નવો નિયમ
ભારત સરકાર દ્વારા અગ્નીવીર ની દોડ ના સમય મા બદલાવ કરવામા આવ્યો છે. ભારત સરકાર દ્વારા અગ્નીવીર ભરતી ના દોડ ના સમય ના નિયમ મા પરિવર્તન કરવા મા આવ્યુ છે. 30 સેકન્ડ સમયનો વધારો કરવામાં આવ્યો છે. આ બદલાવ થી એવા લોકોને ફાયદો થશે જે ઉમેદવારો થોડા થોડા સેકન્ડથી ફેલ થતા હતા અને ઉમેદવારોમાં એક અલગ પ્રકાર નો જુસ્સો આવશે અને આ સંખ્યામાં પણ વધારો થશે અને લોકોને દેશી વાપરવાનો મોકો મળશે. પહેલા દોડવા માટે 5 મિનિટ 15 સેકન્ડ આપવામાં આવતી હતી અને હવે સુધારા બાદ અત્યારે 6 મિનિટ 30 સેકન્ડ નો સમય બધા ઉમેદવારો ને આપવા મા આવશે.
આ પણ વાંચો : ટેરિટોરિયલ આર્મી ભરતી 2025: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સોનાની તક
નવી ભરતી પ્રક્રિયા
સરકારી નોકરી મેળવવા માંગતા અને સરકારી નોકરીમાં રસ ધરાવતા અને લાયક ધરાવતા ઉમેદવારો માટે, અગ્નિવીર ભરતી મા દોડ નો સમય સરકારે લંબાવ્યો છે. ભારતીય સેનામાં જોડાવા માંગતા અને દેશ સેવા કરવા 6માંગતા તમામ ઉમેદવારો માટે આ એક સારા સમાચાર છે. કારણ કે દોડનો સમય વધારવાથી ઘણા ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તકનો લાભ મળશે.
રેસના સમયના આધારે માર્કસ પણ આપવામાં આવે છે. જે ઉમેદવારો થોડાક સેકન્ડ ના કારણે પાછળ રહી જાય છે તેમને આગળ વધવાની તક આપવામાં આવતી નથી. પરંતુ આ વર્ષે દોડનો સમય વધારવામાં આવ્યો છે જેનાથી તે બધા લોકોને ઘણો ફાયદો થશે. આમાં, દોડ જેટલી ઝડપથી પૂર્ણ થશે, તેટલા જ ઉમેદવારોને વધુ ગુણ આપવામાં આવશે પરંતુ કોઈપણ ઉમેદવારને દોડ માટે 6 મિનિટ અને 15 સેકન્ડથી વધુ સમય આપવામાં આવશે નહીં.
દોડ ના માર્કસ
ઉમેદવારો જેટલી જલ્દી દોડ પૂરી કરશે એમ તેમને વધુ માર્ક મળશે જે લોકો ઓછામાં ઓછા સમયમાં દોઢ પૂરી કરશે એટલા વધુ માર્કસ મળશે. ચાલો હું તમને જણાવું કેટલા ટાઈમ માં કેટલા માર્ક્સ મળે છે.
જો ઉમેદવારો 5 મિનિટ 31 સેકન્ડ થી 5 મિનિટ 41 સેકન્ડ ના વચ્ચે દોઢ પૂરી કરે તો તેમને 48 માર્ક્સ આપવામાં આવશે. અને તેવી જ રીતે 5 મિનિટ 47 સેકન્ડથી 6 મિનિટ વચ્ચે દોડ પૂર્ણ કરનારા તમામ ઉમેદવારોને 36 માર્કસ આપવામાં આવે છે, જ્યારે 6 મિનિટ 1 સેકન્ડથી 6 મિનિટ 15 સેકન્ડ વચ્ચેનું અંતર પૂર્ણ કરનાર ઉમેદવારોને માત્ર 24 માર્કસ આપવામાં આવે છે.
દોડ ના માર્કસ કેટલા અને કેવી રિતે આપવામા આવશે.
સમય | માર્કસ |
5 મિનીટ 31 સેકન્ડ થી 5 મિનીટ 41 સેકન્ડ ની વચ્ચે | 48 માર્કસ |
5 મિનીટ 47 સેકન્ડ થી 6 મિનીટ ની વચ્ચે | 36 માર્કસ |
6 મિનિટ 1 સેકન્ડથી 6 મિનિટ 15 સેકન્ડ વચ્ચે | 24 માર્કસ |
પુશ-અપ્સમાં પણ સમય મર્યાદાના આધારે માર્કસ આપવામાં આવે છે. ૧૦ પુશ-અપ કરનારા ઉમેદવારોને ૪૦ માર્કસ, ૯ પુશ-અપ કરનારા ઉમેદવારોને ૩૩ માર્કસ, ૮ પુશ-અપ કરનારા ઉમેદવારોને ૨૭ માર્કસ અને ૭ થી ૬ પુશ-અપ કરનારા ઉમેદવારોને ૨૧ થી ૧૬ માર્કસ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
અગ્નિવીર પરીક્ષામાં થયેલા મોટા ફેરફારો અનુસાર, સૌ પ્રથમ, ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ, સારા ગુણ મેળવનારા ઉમેદવારોની જ શારીરિક તપાસ કરવામાં આવશે. ઘણા ઉમેદવારો દોડમાં પાસ થાય છે પણ લેખિત પરીક્ષામાં નાપાસ થાય છે, પરંતુ આ ફેરફાર પછી, વધુને વધુ યુવાનોને સરકારી નોકરી મેળવવાની તક મળશે. અગ્નિવીર ભરતી પરીક્ષા સંબંધિત તમામ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી અહીં તમારા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.