અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
હોન્ડા નુ નવુ ઇલેક્ટ્રીક સ્કુટર : હોન્ડા એ ચીની બ્રાન્ચ Wuyang-Honda દ્વારા ચીનમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. જે ને U-GO નામથી લૉન્ચ કરવામાં આવ્યું છે.
આ સ્કૂટર ની ડિઝાઇન સારી છે પણ આ સ્કૂટર ખાસ કરીને સ્લો સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં બે ટ્રીમ વિકલ્પો છે. તો ચાલું તમને એ આ સ્કુટર મા રસ હોય તો આની કિંમત ફીચર્સ અને બીજી ઘણી વીગતો જણાવું ચાલો જાણીએ.
હોન્ડા U-GO બેટરી, રેન્જ અને પરફોર્મન્સ
બેટરી કેપેસિટી :
- હોન્ડા U-GO માં 48V, 30Ah લિથિયમ-આયન ની બેટરી સાથે આવે છે, જેની કેપેસિટી 1.44 kWh છે.
- સ્કૂટરમાં બે બેટરી સ્લોટ્સ મળે છે, જેથી બીજી બેટરી બદલી ને રેન્જ વધારી શકાય છે.
રેન્જ અને ચાર્જિંગ :
- આ સ્કુટર મા બે બેટરી આવે છે જેમા એક બેટરી સાથે, સ્કૂટર લગભગ 65 કિમી સુધી ચાલી શકે છે.
- બે બેટરીઓ સાથે, સ્કુટર ની કુલ રેન્જ 130 કિમી સુધી વધી શકે છે.
- બેટરીને 100 ટકા ચાર્જ કરવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે.
પરફોર્મન્સ :
- સ્કૂટર 800W અથવા 1.2kW BLDC હબ મોટર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
- ટોપ સ્પીડ 45 થી 53 કિમી/કલાક સુધી હોઈ શકે છે, જે મોડલ પર આધારિત છે
આ પણ વાંચો : ભારત ની બેસ્ટ EV (ઈલેક્ટ્રીક) કાર
હોન્ડા U-GO ફીચર્સ
હોન્ડા U-GO ઇલેક્ટ્રિક સ્કૂટર એ શહેર મા ફરવા માટે એક સારો વિકલ્પ છે. તેમા આધુનિક ડિઝાઇન તેમાં વિવિધ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે જે નીચે ટેબલમાં દર્શાવવામાં આવ્યા છે.
ફીચર | વિગતવાર માહિતી |
મોટર પાવર | 800W BLDC હબ મોટર |
ટોપ સ્પીડ | 45 થી 53 કિમી/કલાક (મોડલ પર આધારિત) |
બેટરી કેપેસિટી | 1.2kWh લિથિયમ-આયન બેટરી |
રેન્જ | એક ચાર્જ પર અંદાજિત 130 કિમી |
ચાર્જિંગ સમય | સંપૂર્ણ ચાર્જ માટે લગભગ 2 કલાક |
બ્રેકિંગ સિસ્ટમ | આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક |
સસ્પેન્શન | આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળ ડ્યુઅલ શોક એબ્ઝોર્બર્સ |
વજન | અંદાજિત 83 કિગ્રા |
ડિજિટલ ડેશબોર્ડ | સ્પીડ, બેટરી સ્તર અને રેન્જ જેવી માહિતી દર્શાવે છે |
LED લાઇટિંગ | હેડલાઇટ, ટેઇલ લાઇટ અને DRLs માટે |
USB ચાર્જિંગ પોર્ટ | મોબાઇલ અથવા અન્ય ઉપકરણો ચાર્જ કરવા માટે |
સીટ નુ સ્ટોરેજ | 26 લિટર કેપેસિટી સાથે |
એન્ટી-થેફ્ટ અલાર્મ | સુરક્ષા માટે |
હોન્ડા U-GO ડિઝાઇન
આ સ્કૂટર ની ડિઝાઇન ખાસ કરીને આજના યુવાનો અને શહેરના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કૂટર રોજ દરરોજ ના કામો માટે એકદમ પરફેક્ટ છે. અને તેને કોમ્પેક્ટ ડિઝાઇનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં બેસવા માટે પૂરતી જગ્યા છે, જે ડ્રાઇવર અને સવાર બંને માટે આરામદાયક છે.
હોન્ડા U-GO કિંમત
તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે Honda U-GO ઈલેક્ટ્રીક સ્કૂટર ની ચીનમાં કિંમત 85,000 ની આસપાસ રાખવામાં આવી છે. અને ભારતમાં પણ આ ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત 85 હજારની આસપાસ હશે એવી સંભાવના છે. પરંતુ હજુ સુધી ભારતમાં લોન્ચ કરવાની કોઈ ઓફિસર માહિતી બહાર પડી નથી.
2 thoughts on “લોન્ચ થયું હોન્ડા નુ નવુ ઇલેક્ટ્રીક સ્કુટર, પાવરફુલ એન્જિન સાથે મળશે 130km ની ડ્રાઈવિંગ રેન્જ”