અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે


અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન નંબર 171એ બપોરે લગભગ 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને માત્ર 2 મિનિટમાં, એટલે કે 1:40 વાગ્યે મેઘાણીનગર વિસ્તારમાં અચાનક ક્રેશ થઈ ગયું.
વિમાન ક્રેશ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતા તરતજ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના પગલાં લેતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
મુસાફરોનું નામ જાહેર – પૂર્વ મુખ્યમંત્રીના વિજય ભાઈ રૂપાણી પણ હતા
વિમાનમાં સવાર મુસાફરોની યાદી સામે આવી છે, જેમાં કેટલાક જાણીતા લોકોના નામ પણ છે. જાણવા મળ્યા પ્રમાણે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા જેમનુ દુઃખદ અવસાન થયું છે.
પ્લેનમા સવારનુ લિસ્ટ જોવો : અહીં ક્લિક કરો
મોટા નુકસાનીની આશંકા, રનવે બંધ
અંદાજે 100થી વધુ લોકોના મોતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને સારવાર માટે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને કારણે અમદાવાદ એરપોર્ટનો રનવે પણ બંધ કરી દેવાયો છે અને અન્ય તમામ ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.
કેન્દ્રીય નેતાઓનો પ્રવેશ, NSG પણ મોખરે
ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના DGP સાથે સીધો સંપર્ક સાધ્યો છે અને તમામ વિગતો મંગાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાત્કાલિક એક્શન મોડમાં છે. બચાવ કામગીરીમાં NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ની ટીમ પણ જોડાઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અને લોકોનો દુઃખભરો પ્રતિભાવ
ઘટનાના વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. લોકોમાં શોક અને દુઃખની લાગણી છે. અનેક લોકોએ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું છે અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે.
હાલની પરિસ્થિતિ અને રાહ જોવી પડી શકે છે સત્તાવાર પુષ્ટિની
ઘટનાસ્થળે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સક્રિય છે અને સંપૂર્ણ રીતે દોડી આવી છે. હાલ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે વિજય રૂપાણી હકીકતમાં વિમાનમાં હતા અને તેમનું દુઃખદ અવસાન થયુ છે
નોંધ: આ લેખ પૂરતો શંકાને આધારે લખવામાં આવ્યો છે. આપત્તિગ્રસ્તના પરિવારજનોની લાગણીઓનું સંપૂર્ણ માન રાખવામાં આવે છે. કોઈ પણ સત્તાવાર માહિતી મેળવ્યા બાદ લેખ અપડેટ કરવામાં આવશે.